એશિયા કપ 2023ના શિડ્યુલની જાહેરાત, ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરના રોજ કોલંબોમાં રમાશે
Live TV
-
BCCIના સચિવે ટ્વિટ કરીને જાણકારી આપી.
એશિયન ક્રિકેટ પરિષદ-એસીસીના અધ્યક્ષ જય શાહે એશિયા કપ 2023ના શિડ્યુલની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ 30 ઓગસ્ટથી શરૂ થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ- BCCIના સચિવે ટ્વિટ કરીને જાણકારી આપી છે. છ ટીમોને ત્રણ-ત્રણના બે ગૃપનાં રાખવામાં આવી છે. આ મેચ પાકિસ્તાન અને શ્રીલંકામાં ચાર સ્થળોએ રમવામાં આવશે. સહ-મેજબાન પાકિસ્તાન, ભારત અને નેપાળને ગૃપ એમાં રાખવામાં આવી છે. ગૃપ બીમાં શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરના રોજ કોલંબોમાં રમવામાં આવશે.
