ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચના પહેલે દિવસે ચાર વિકેટે 288 રન કર્યા
Live TV
-
કેપ્ટન રોહિત શર્મા, યશસ્વી અને કોહલીએ અડધી સદીથી વધુ રન બનાવીને ભારતની સ્થિતિ મજબૂત કરી હતી.
ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચના પહેલે દિવસે જ પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. પ્રથમ દિવસની રમત પુરી થવા સુધીમાં ભારતે ચાર વિકેટે 288 રન બનાવી લીધા છે. ટોસ હારીને પ્રથમ દાવ લેવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમને મોટો સ્કોર ઉભો કરવામાં મદદ મળી હતી. કેપ્ટન રોહિત શર્મા, યશસ્વી અને કોહલીએ અડધી સદીથી વધુ રન બનાવીને ભારતની સ્થિતિ મજબૂત કરી હતી. આજે બીજા દિવસની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 07:30 કલાકે શરૂ થશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે 139 રનની ભાગીદારી કરી હતી, જેમાં રોહિત શર્માએ 80 રન અને યશસ્વી જયસ્વાલે 57 રન ફટકાર્યા હતા.
