Skip to main content
Settings Settings for Dark

ત્રિનિદાદમાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ઇનિંગમાં 438 રનમાં ઓલઆઉટ

Live TV

X
  • યશસ્વી જયસ્વાલે 57, રોહિત શર્માએ 80, રવીન્દ્ર જાડેજાએ 61 અને રવિચંદ્રન અશ્વિને 56 રન બનાવ્યા

    પોર્ટ ઓફ સ્પેન, ત્રિનિદાદમાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 438 રનમાં ઓલઆઉટ થઈ છે. જવાબમાં વેસ્ટઈન્ડિઝની ટીમ બીજા દિવસના સ્ટમ્પ્સ સુધીમાં 1 વિકેટે 86 રન પર છે. કેરેબિયન તરફથી ક્રેગ બ્રેથવેટ અને કિર્ક મેકેન્ઝી ક્રિઝ પર છે. ભારતીય ટીમને રવીન્દ્ર જાડેજાએ સફળતા અપાવી હતી. આ મેચમાં વિરાટ કોહલી 121 રન સાથે ભારતીય ટીમ માટે તેઓની ટેસ્ટ કારકિર્દીની 29મી સદી ફટકારી હતી. કોહલીની આ 76મી આંતરરાષ્ટ્રીય સદી છે. કોહલી ઉપરાંત યશસ્વી જયસ્વાલે 57, રોહિત શર્માએ 80, રવીન્દ્ર જાડેજાએ 61 અને રવિચંદ્રન અશ્વિને 56 રન બનાવ્યા હતા. વેસ્ટઈન્ડિઝ તરફથી જોમેલ વોરિકન અને કેમાર રોચે 3-3 વિકેટ લીધી હતી. જેસન હોલ્ડરને 2 વિકેટ મળી હતી.

    અંતિમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતે ચાર વિકેટે 288 રન બનાવ્યા હતા. ટોસ હારીને પ્રથમ દાવ લેવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમને મોટો સ્કોર ઉભો કરવામાં મદદ મળી હતી. કેપ્ટન રોહિત શર્મા, યશસ્વી અને કોહલીએ અડધી સદીથી વધુ રન બનાવીને ભારતની સ્થિતિ મજબૂત કરી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે 139 રનની ભાગીદારી કરી હતી, જેમાં રોહિત શર્માએ 80 રન અને યશસ્વી જયસ્વાલે 57 રન ફટકાર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply