ભરૂચના અંકલેશ્વરનો યુવા ખેલાડી કશ્યપ પ્રજાપતિ ક્રિકેટ વર્લ્ડ કપ રમશે
Live TV
-
ભરૂચના અંકલેશ્વરનો યુવા ખેલાડી કશ્યપ પ્રજાપતિ હવે ક્રિકેટ વર્લ્ડ કપ રમવા જઈ રહ્યો છે. પરંતુ નવાઈની વાત એ છે કે તે ભારત તરફથી નહીં પણ ઓમાનની ટીમમાંથી વર્લ્ડ કપ રમશે. કશ્યપ નાનપણથી જ ક્રિકેટર બનવા માગતો હતો. અહીંથી ઓમાન જઈ કશ્યપ ત્યાંની ક્રિકેટ ટીમમાં જોડાઈ ગયો હતો. ડોમેસ્ટિક ક્રિકેટથી રમવાની શરૂઆત કરતાં તેની કિસ્મત ચમકી ગઈ હતી. ત્યારબાદ તેણે અમેરિકા અને ઝિમ્બાબ્વે સામે સદી ફટકારી પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તો, તે ઓમાન ઇન્ટરનેશનલ ટીમનો આધારભૂત ખેલાડી બની ગયો છે. એટલે હવે તે ઓમાન ક્રિકેટ ટીમ તરફથી વર્લ્ડ કપ રમવા જશે.
કશ્યપે ઓમાન તરફથી તેની પ્રથમ ODI મેચની શરૂઆત સપ્ટેમ્બર 2021માં, T20 મેચની શરૂઆત ઓક્ટોબર 2021થી કરી હતી. તેણે અત્યાર સુધી ODIમાં કુલ 949 રન અને T20માં 317 રન કર્યા છે. આ ગુજરાતી બેટરે તેની કારકીર્દિમાં કુલ 4 સદી ફટકારી છે.
