Skip to main content
Settings Settings for Dark

ભારતીય મહિલા હોકી ટીમની શાનદાર જીત

Live TV

X
  • ભારતીય મહિલા હોકી ટીમની શાનદાર જીત: વેલ્સને 4-1 થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ

    ભારતીય મહિલા હોકી ટીમે પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા હૈદરાબાદમાં રમાઈ રહેલી FIH મહિલા વર્લ્ડ કપ ક્વોલિફાયર 2026 માં મોટી સફળતા મેળવી છે. ગઈકાલે સાંજે રમાયેલી પૂલ B ની મહત્વની મેચમાં ભારતે વેલ્સની ટીમને 4-1 ના અંતરથી હાર આપીને ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં ગૌરવપૂર્ણ પ્રવેશ કર્યો છે.

    શરૂઆતથી જ ભારતીય ખેલાડીઓએ મેદાન પર આક્રમક વલણ અપનાવ્યું હતું. વેલ્સના સંરક્ષણને તોડીને ભારતે સતત ગોલ ફટકાર્યા હતા અને મેચ પર પોતાની પકડ મજબૂત બનાવી રાખી હતી. વેલ્સની ટીમ સંઘર્ષ કરતી જોવા મળી હતી, પરંતુ ભારતની મજબૂત રમત સામે તેઓ માત્ર એક જ ગોલ કરી શક્યા હતા.

    હવે ટક્કર ઇટલી સામે

    સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ હવે ભારતનો રસ્તો વધુ રોમાંચક બન્યો છે. ભારતીય ટીમ હવે આવતીકાલે રમાનારી સેમિફાઇનલ મેચમાં ઇટાલી સામે ટકરાશે. આ મેચ જીતીને ભારત ફાઇનલમાં પહોંચવા અને વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-03-2026 Max Temp : °C Min Temp : °C
apply