Skip to main content
Settings Settings for Dark

IPL ઈતિહાસના 5 સૌથી ખતરનાક બેટ્સમેન, જાણો કોનો સ્ટ્રાઈક રેટ છે સૌથી વધુ

Live TV

X
  • ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 19મી સિઝનનું આગમન 28 માર્ચથી થવા જઈ રહ્યું છે. ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જબરદસ્ત જંગ જોવા મળશે. સામાન્ય રીતે IPL એટલે બેટ્સમેનોનો દબદબો અને મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ. અત્યાર સુધીના ઈતિહાસ પર નજર કરીએ તો એવા 5 બેટ્સમેન છે જેમણે સૌથી વધુ સ્ટ્રાઈક રેટ સાથે રન બનાવીને બોલરોની ઉંઘ હરામ કરી દીધી છે.

    આ યાદીમાં ઇંગ્લેન્ડના વિકેટકીપર-બેટ્સમેન ફિલ સોલ્ટ 175 ના સૌથી ઊંચા સ્ટ્રાઈક રેટ સાથે ટોચના ક્રમે છે. સોલ્ટે અત્યાર સુધી માત્ર 34 મેચ રમી હોવા છતાં 1,056 રન બનાવ્યા છે, જેમાં 10 અડધી સદીનો સમાવેશ થાય છે. તેની પાછળ બીજા ક્રમે છે ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ. રસેલે 174 ના સ્ટ્રાઈક રેટથી 2,651 રન બનાવ્યા છે.

    ઓસ્ટ્રેલિયાના ડાબોડી ઓપનર ટ્રેવિસ હેડ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. હેડ અત્યાર સુધીની 38 મેચોમાં 170 ના સ્ટ્રાઈક રેટથી રમી ચૂક્યો છે, જેમાં તેણે એક સદી અને 8 અડધી સદી ફટકારી છે. ત્યારબાદ સનરાઈઝર્સ હૈદરાબાદનો મજબૂત આધાર એવો હેનરિક ક્લાસેન ચોથા ક્રમે આવે છે. ક્લાસેને 49 મેચોમાં 169 ના સ્ટ્રાઈક રેટથી 1,480 રન ફટકાર્યા છે.

    આ યાદીમાં પાંચમા ક્રમે વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન નિકોલસ પૂરનનું નામ છે. પૂરને IPLની 90 મેચોના લાંબા અનુભવ સાથે 168ના આક્રમક સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. આગામી 28 માર્ચથી શરૂ થનારી નવી સિઝનમાં પણ આ પાંચેય બેટ્સમેનો પર ક્રિકેટ રિસકોની ખાસ નજર રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-03-2026 Max Temp : °C Min Temp : °C
apply