ભારતે એશિયાઈ એથ્લીટિક્સ સ્પર્ધામાં ત્રણ સુવર્ણ ચંદ્રક અને ત્રણ કાંસ્ય ચંદ્રક મેળવ્યા
Live TV
-
ભારતે થાઇલેન્ડમાં યોજાઈ રહેલી એશિયાઈ એથ્લીટિક્સ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ત્રણ સુવર્ણ ચંદ્રક અને ત્રણ કાંસ્ય ચંદ્રક મેળવ્યા હતા. ભારત સ્પર્ધામાં ચીન અને જાપાન પછી ત્રીજા ક્રમે રહ્યો હતો. ભારતની જ્યોતિ યારજીએ 100 મીટર વિઘ્ન દોડમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. તેમજ અબ્દુલા અબુબકરે પુરૂષોની ટ્રીપલ જમ્પમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને અજયકુમાર સરોજે 1500 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.
તે જ રીતે 100 મીટર લાંબા કુદકાની સ્પર્ધામાં તેજસ્વી શંકરે કાંસ્ચ ચંદ્રકો જીત્યો હતો ઉપરાંત 10 હજાર મીટર દોડમાં અભિષેક પાલે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. તેમજ મહિલાઓની 400 મીટર દોડમાં ઐશ્વર્યા મિશ્રાએ કાંસ્ચ ચંદ્રકો જીત્યો હતો.
આમ એશિયાઈ એથ્લીટિક્સ સ્પર્ધામાં ભારતે અત્યાર સુધીમાં ત્રણ સુવર્ણ ચંદ્રક અને ત્રણ કાંસ્ય ચંદ્રક મેળવ્યા હતા.
