Skip to main content
Settings Settings for Dark

ભારતે મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં થાઈલેન્ડને 7-1થી પરાજય આપ્યો

Live TV

X
  • ભારતે મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં થાઈલેન્ડને 7-1થી પરાજય આપ્યો છે. આ મેચ ઝારખંડના રાંચીમાં મારંગ ગોમકે જયપાલ સિંહ એસ્ટ્રો ટર્ફ હોકી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં સંગીતા કુમારીએ હેટ્રિક ફટકારી હતી, જ્યારે મોનિકા, સલીમા ટેટે, દીપિકા અને લાલરેમસિયામીએ એક-એક ગોલ કરીને ભારતને શાનદાર જીત અપાવી હતી. થાઈલેન્ડ માટે એકમાત્ર ગોલ સુપાંસા સામન્સુએ કર્યો હતો. અન્ય મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાને મલેશિયાને શૂન્યથી ત્રણ ગોલથી પરાજય આપ્યો હતો. બીજી મેચમાં કોરિયાએ ચીનને એક ગોલથી પરાજય આપ્યો હતો. કોરિયાએ ત્રણ વખત  ટ્રોફી જીતી છે. આજે સાંજે ચાર વાગે જાપાન કોરિયા સામે ટકરાશે. સાંજે સવા છ વાગે થાઈલેન્ડ ચીન સામે જ્યારે રાત્રે સાડા આઠ વાગે ભારતનો મુકાબલો મલેશિયા સામે થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply