ભારતે વન ડે મેચમાં ડકવર્થ લુઈસ નિયમથી વેસ્ટ ઈન્ડિઝને 59 રનથી આપી હાર
Live TV
-
ભારતે ત્રણ દિવસીય મેચોની સિરીઝના ત્રીજા મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝને ડક વર્થ લૂઈસના નિયમોનુસાર 59 રનોથી હરાવી દીધું છે. પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્કના ઓવલ મેદાનમાં રમાયેલા આ મુકાબલામાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભારતે ત્રણ દિવસીય મેચોની સિરીઝના ત્રીજા મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝને ડક વર્થ લૂઈસના નિયમોનુસાર 59 રનોથી હરાવી દીધું છે. પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્કના ઓવલ મેદાનમાં રમાયેલા આ મુકાબલામાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નિર્ધારીત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 279 રન બનાવ્યા હતાં. જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 42 ઓવરમાં 210 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. મેચમાં વરસાદે બે વખત વિઘ્ન પણ પાડ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝના દાવ દરમિયાન વરસાદે બીજી વખત ખલેલ પહોંચાડ્યો તો અમ્પાયરોએ ડક વર્થ લૂઈસ નિયમ લગાવીને સંશોધીત લક્ષ્યને 46 ઓવરમાં 217 રન કરી દીધા જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 59 રન બાકી રહેતા જ સમેટાઈ ગઈ હતી. તો ભારત તરફથી વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી તેમણે 125 બોલમાં 14 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 120 રનનો ખડકલો કર્યો હતો. કોહલી ઉપરાંત ઐય્યરે પણ 68 બોલમાં 71 રન બનાવ્યા હતાં. તો ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારે પણ ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું.
