Skip to main content
Settings Settings for Dark

ભારતે T20 સીરિઝની ત્રીજી મેચમાં અફઘાનિસ્તાનને હરાવીને સીરિઝ પર 3-0થી વિજય મેળવ્યો

Live TV

X
  • મેચમાં 20-20 ઓવર પછી બંને ટીમો 212 રન બનાવી શકી હતી.

    ભારતે અફઘાનિસ્તાન સામેની ત્રણ T20  મેચની સીરિઝની ત્રીજી મેચમાં અફઘાનિસ્તાનને હરાવીને શ્રેણી પર વિજય મેળવ્યો છે. બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં બે સુપર ઓવર રમાઈ હતી. ટીમ ઇન્ડિયાએ આ સીરીઝ 3-0થી જીતી છે.

    મેચમાં 20-20 ઓવર પછી બંને ટીમો 212 રન બનાવી શકી હતી. તે પછી સુપર ઓવરમાં બંને ટીમોએ 16-16 રન કર્યા હતા. ત્યારપછી ડબલ સુપર ઓવરમાં ભારતે બેટીંગ કરીને 11 રન બનાવ્યા હતા. જો કે તે પછી અફઘાનિસ્તાનની ટીમે 3 બોલમાં જ બે વિકેટ ગુમાવતા ભારતનો વિજય થયો હતો. ઈન્દોરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને છ વિકેટે જ્યારે મોહાલીમાં રમાયેલી પ્રથમ મેચમાં છ વિકેટે હરાવ્યું હતું.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2026 Max Temp : °C Min Temp : °C
apply