Skip to main content
Settings Settings for Dark

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હીમાં રમાશે T20 સીરિઝ

Live TV

X
  • ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હીમાં રમાશે T20 સીરિઝ

    ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ તેના ફ્યુચર ટુર્સ પ્રોગ્રામના ભાગરૂપે સપ્ટેમ્બર મહિનામાં ભારતનો પ્રવાસ ખેડશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 થી 17 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ત્રણ મેચની રોમાંચક T20 સીરિઝ રમાશે.

    આ આખી સીરિઝનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના મજબૂત ક્રિકેટ સંબંધોને વધુ ગાઢ બનાવવાનો અને રમતગમતના માધ્યમથી મિત્રતાને પ્રોત્સાહન આપવાનો છે.

    શ્રેણીનું શેડ્યૂલ :

    બંને દેશો વચ્ચે પ્રથમ મેચ 13 સપ્ટેમ્બરે બીજી  15 સપ્ટેમ્બરે તથા ત્રીજી અને છેલ્લી મેચ 17 સપ્ટેમ્બરે રમાશે.  

    શ્રેયસ અય્યર કરશે ટીમનું નેતૃત્વ

    આ આગામી T20 સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની આગેવાની યુવા અને અનુભવી બેટ્સમેન શ્રેયસ અય્યરના હાથમાં સોંપવામાં આવી છે. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. દિલ્હીના સ્થાનિક મેદાન પર રમાનારી આ શ્રેણીને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
apply