ભારત અને શ્રીલંકા વચ્ચે T-20 સીરિઝની પહેલી મેચ આજે ગુવાહાટીમાં રમાશે
Live TV
-
શ્રીલંકા સામેની સીરિઝમાં રોહિતને આરામ આપવામાં આવ્યો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે T-20 સીરિઝની પહેલી મેચ આજે ગુવાહાટીમાં રમાશે. તેમાં ભારતીય કપ્તાન વિરાટ કોહલી એક રન બનાવવાની સાથે જ T-20માં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન બની જશે. તે રોહિત શર્માને પાછળ છોડશે. કોહલીએ 75 મેચમાં 52.66ની એવરેજથી અને રોહિતે 104 મેચમાં 32.10ની એવરેજથી 2633 રન બનાવ્યા છે.શ્રીલંકા સામેની સીરિઝમાં રોહિતને આરામ આપવામાં આવ્યો છે. એવામાં કોહલી પાસે સારી લીડ બનાવવાની તક છે. રોહિત સિવાય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ આરામ આપવામાં આવ્યો છે. જયારે જસપ્રીત બુમરાહ અને શિખર ધવન વાપસી કરી રહ્યા છે.
