ભારત આજે એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપની અંતિમ લીગ મેચમાં હોંગકોંગ સામે ટકરાશે
Live TV
-
ભારત આજે દક્ષિણ કોરિયાના બુસાનમાં એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપની તેની અંતિમ લીગ મેચમાં હોંગકોંગ સામે ટકરાશે. લીગ તબક્કાના સમાપન બાદ ટોચની બે ટીમો ફાઈનલ રમશે. અગાઉ, ભારતે ગઈકાલે ઈરાન સામે સાંકડી 33-28થી જીત મેળવીને એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ભારતીય પુરૂષ કબડ્ડી ટીમના કેપ્ટન પવન સેહરાવતે આગળથી નેતૃત્વ કર્યું અને ભારત માટે 33 માંથી 16 પોઈન્ટ મેળવ્યા.ભારતે અત્યાર સુધીમાં આઠ એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ એડિશનમાંથી સાત જીતી છે.
