Skip to main content
Settings Settings for Dark

સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સમાં ગુજરાતના મનોદિવ્યાંગોએ મેળવી અનેરી સિદ્ધિઓ

Live TV

X
  • જર્મની ખાતે યોજાયેલ વર્લ્ડ ગેમમાં ગુજરાતના મનોદિવ્યાંગોએ જીત્યા 14 મેડલ સાથે વિશ્વભરમાં ગુજરાતનું નામ ગુંજતું કર્યું

    જર્મની ખાતે યોજાયેલ સ્પેશ્યલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ 2023માં 190 જેટલા દેશના 7000 કરતાં વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજ્યમાંથી પસંદગી પામેલા 14 એથ્લેટ અને 10 કોચ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે જર્મની ખાતે જુદી જુદી રમતોમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું. 

    ગુજરાતી મનો દિવ્યાંગ રમતવીરોએ વર્લ્ડ ગેમ્સમાં 2 ગોલ્ડ, 8 સિલ્વર અને 4 બ્રોનઝ મેડલ મળી કુલ 14 મેડલ સાથે આગવું સ્થાન મેળવી ભારતના રાષ્ટ્ર ધ્વજને ઉચ્ચ સન્માન અપાવ્યું હતું. આ ઉપરાંત 3 ખેલાડીઓએ 4th અને 5th સ્થાને રહી રીબીન પ્રાપ્ત કરી હતી. 

    ખેલાડીઓ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું એ સમયે ગુજરાત સ્પેશ્યલ ઓલિમ્પિકસ ગુજરાત સમિતિ, સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વી.સી. પ્રો. ડૉ. અર્જુનસિંહ રાણા, સ્પેશિયાલિટી ગુજરાતના પેટ્રન રાકેશ શાહ અને સમગ્ર શિક્ષાના સચિવ મહેશ મહેતાએ ડી.જે.ના સૂર સાથે વધાવી નાચગાન સાથે સ્વાગત કર્યું હતું.  

    મેડલ વિજેતા ગુજરાતી એથ્લેટ્સની યાદી

    1. જાલમસિંહ સોલંકી (અરવલ્લી), બાસ્કેટ બોલ - ગોલ્ડ મેડલ

    2. હિમાની પ્રજાપતિ યુનિફાઈડ પાર્ટનર (ગાંધીનગર)
    વોલીબોલ - ગોલ્ડ મેડલ

    3. કાજલ બોળીયા (બોટાદ)
    બાસ્કેટ બોલ - સિલ્વર મેડલ

    4. લીલા પટેલ (દાહોદ)
    બાસ્કેટ બોલ - સિલ્વર મેડલ

    5. રીંકલ ગામીત (સુરત)
    હેન્ડ બોલ - સિલ્વર મેડલ

    6. એન્જેલિના પૌસીન (અમદાવાદ)
    રોલર સ્કેટિંગ 100 મી. - સિલ્વર મેડલ, 
    રોલર સ્કેટિંગ રિલે-સિલ્વર મેડલ

    7. અક્ષર પ્રજાપતિ (આણંદ) 
    રોલર સ્કેટિંગ 
    સિલ્વર મેડલ

    8. પ્રેમ લાડ (આણંદ)
    રોલર સ્કેટિંગ 300 મી.- સિલ્વર મેડલ
    રોલર સ્કેટિંગ સલોલેમ - બ્રોન્ઝ મેડલ

    9. કિરીટ ચૌહાણ (દાહોદ)
    સ્વિમિંગ ફ્રી સ્ટાઈલ - સિલ્વર મેડલ
    સ્વિમિંગ 25 મી. બ્રેસ્ટ સ્ટ્રોક - બ્રોન્ઝ મેડલ

    10. અનુરાગ (ગાંધીનગર)
    યુનીફાઇડ પાર્ટનર
    વોલીબોલ - સિલ્વર મેડલ

    11. રાધા મચ્છર (મહીસાગર)
    ફૂટબોલ - બ્રોન્ઝ મેડલ
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply