106 વર્ષના દાદીએ રચ્યો ઈતિહાસ
Live TV
-
106ના દાદીએ 18મી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યા 2 ગોલ્ડ મેડલ
મળો હરિયાણાના 106 વર્ષના રામબાઈને! 18મી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેમણે 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. ગયા વર્ષે, તેમણે 85 વર્ષથી ઉપરની કેટેગરીમાં 100 મીટરની સ્પ્રિન્ટ માટે વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. હવે 26 જૂને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
રામબાઈએ 18મી નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 3 સુવર્ણ ચંદ્રકો: એક 100 મીટર સ્પ્રિન્ટ, એક 200 મીટર સ્પ્રિન્ટ અને એક શોટ પુટ જીતીને ગૌરવ વધાર્યું છે. દહેરાદૂનમાં યુવરાણી સ્પોર્ટ્સ કમિટી દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 85 વર્ષથી ઉપરની કેટેગરીની ત્રણેય ઇવેન્ટમાં રામબાઈએ લગભગ 3થી 5 અન્ય સ્પર્ધકોને હરાવી ટોચનું સ્થાન મેળવ્યું છે.
કોણ છે રામબાઈ?
- રામબાઈનો જન્મ હરિયાણાના ચરખી દાદરીના નાના ગામ કદમામાં થયો હતો
- તેમનું જીવન ઘરકામ અને ખેતીમાં વીત્યું હતું
- 2016માં તેઓ એથ્લેટિક્સ સાથે જોડાયા હતા
