ભારત બન્યું આઠમીવાર એશિયા કપ ચેમ્પિયન, વન-ડેમાં સૌથી ઝડપી જીત કરી હાંસલ
Live TV
-
ટીમ ઈન્ડિયાએ એશિયા કપ-2023 જીતી લીધો છે. આ ટુર્નામેન્ટ ભારતે આઠમીવાર જીતી છે. ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમને જીતવા માટે 51 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ટીમ ઈન્ડિયાના ઓપનર્સ ઈશાન કિશન અને શુભમન ગિલે 6.1 ઓવરમાં જ જીતનો લક્ષ્યાંક હાંસલ કર્યો.
કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 15.2 ઓવરમાં 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 6.1 ઓવરમાં 51 રનનો લક્ષ્યાંક હાંસલ કરી જીત મેળવી હતી.
ટીમ ઈન્ડિયાએ આઠમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું હતું. બોલ બાકી રહેતા વન-ડેમાં ભારતની આ સૌથી ઝડપી જીત છે. ટીમે 263 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2001માં કેન્યાને 231 બોલમાં હરાવ્યું હતું. 50 ઓવરની વન-ડેમાં સૌથી ઝડપી જીતનો રેકોર્ડ શ્રીલંકાના નામે છે. શ્રીલંકાની ટીમે 2001માં ઝિમ્બાબ્વેને 274 બોલ બાકી રાખીને હરાવ્યું હતું. જો કે એકંદરે રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે છે. 1979માં, ઇંગ્લિશ ટીમે કેનેડાને 60 ઓવરની મેચમાં 277 બોલ બાકી રાખીને હરાવ્યું હતું.
