ભારત vs ન્યૂઝીલેન્ડ T20 જંગ: આજે નાગપુરમાં પ્રથમ મુકાબલો
Live TV
-
ભારત vs ન્યૂઝીલેન્ડ T20 જંગ: આજે નાગપુરમાં પ્રથમ મુકાબલો
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી પાંચ મેચોની રોમાંચક T20 સીરિઝનો પ્રારંભ થઈ રહ્યો છે. સીરિઝનો પ્રથમ મુકાબલો આજે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. અગાઉની ટેસ્ટ અને વન-ડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન બાદ ન્યૂઝીલેન્ડની ટીમ આત્મવિશ્વાસ સાથે મેદાને ઉતરશે, જ્યારે ભારતીય ટીમ ઘરઆંગણે પોતાનું વર્ચસ્વ સાબિત કરવા અને આગામી વર્લ્ડ કપ માટે શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન તૈયાર કરવાના ઈરાદા સાથે રમશે.
સીરિઝનું સંપૂર્ણ શિડ્યુલ:
21 જાન્યુઆરી: પ્રથમ T20, નાગપુર
23 જાન્યુઆરી: બીજી T20, રાયપુર
25 જાન્યુઆરી: ત્રીજી T20, ગુવાહાટી
28 જાન્યુઆરી: ચોથી T20, વિશાખાપટ્ટનમ
31 જાન્યુઆરી: પાંચમી T20, તિરુવનંતપુરમ
ભારતીય ટીમમાં યુવા ખેલાડીઓને તક મળી શકે છે, જેમના પ્રદર્શન પર પસંદગીકારોની નજર રહેશે. બીજી તરફ, કિવી ટીમ પોતાની આક્રમક બેટિંગ અને શિસ્તબદ્ધ બોલિંગના જોરે ભારતને મ્હાત આપવા તૈયાર છે. ક્રિકેટ ચાહકોમાં આ સીરિઝને લઈને અત્યંત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સ્ટેડિયમ હાઉસફુલ રહેવાની શક્યતા છે.
