'યુએસ ઓપન ટેનિસ' : રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેનની જોડીની મેન્સ ડબલ્સની ફાઇનલમાં હાર
Live TV
-
ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેન યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મેન્સ ડબલ્સની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. બોપન્ના અને એબ્ડેનની જોડી ફાઇનલમાં બ્રિટનના રાજીવ રામ અને યુએસએના જો સેલિસબરી સામે 2-6, 6-3, 6-4થી હારી ગઈ હતી. ડેનિલ મેદવેદેવે મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝને 7-6, 6-1, 3-6, 6-3થી હરાવ્યો હતો. અન્ય સેમિફાઇનલમાં નોવાક જોકોવિચે અમેરિકાના બેન શેલ્ટનને 6-3, 6-2, 7-6થી હરાવ્યો હતો. ફાઇનલમાં ડેનિલ મેદવેદેવ નોવાક જોકોવિચ સામે ટકરાશે. રવિવારે મહિલા સિંગલ્સની ફાઇનલમાં બેલારુસની અરાયના સબાલેન્કાનો સામનો અમેરિકાની કોકો ગૉફ સામે થશે.
