એશિયા કપમાં સુપર-4માં આજે ભારત Vs પાકિસ્તાન
Live TV
-
મેચમાં વરસાદ વિધ્ન બનશે તો રીઝર્વ ડે પર મેચ રમાશે
એશિયા કપમાં આજે કોલંબોમાં સુપર-4માં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે હશે. એશિયા કપમાં ફરવાર ભારત અને પાકિસ્તાન આમને સામને હશે. લીગ મેચમાં પણ ભારતીય ટીમનો સામનો પાકિસ્તાન સામે થઈ ચૂક્યો છે પરતું ભારે વરસાદના કારણે મેચ રદ્દ કરવાનો વારો આવ્યો હતો.જો કે આ વખતે વરસાદની આગાહી હોવાના કારણે ભારત પાકિસ્તાન મેચ માટે રિઝર્વ દિવસ પણ રાખવામાં આવ્યો છે..જો પ્રતિકૂળ હવામાનને કારણે પાકિસ્તાન અને ભારત વચ્ચેની મેચ અટકાવવામાં આવે છે, તો મેચ 11 સપ્ટેમ્બરે તે જ જગ્યાએથી ચાલુ રહેશે જ્યાં તેને રોકી હતી. આજે આ મેચ કોલંબોના પ્રેમદાસા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરૂ થશે..
