Skip to main content
Settings Settings for Dark

એશિયા કપ : આજે બપોરે કોલંબોમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો

Live TV

X
  • એશિયા કપ ક્રિકેટમાં કોલંબોના પ્રેમદાસા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સુપર-4 મેચમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ મેચ બપોરે 3 વાગ્યાથી રમાશે. બંને દેશો વચ્ચેની આ સુપર-4 મેચ માટે અલગથી એક દિવસ અનામત રાખવામાં આવ્યો છે. જો આજની મેચ વરસાદને કારણે અટકાવવામાં આવશે તો આવતીકાલે તે જ જગ્યાએથી આ મેચ રમાશે. એશિયા કપમાં સુપર-4 મેચની આ ત્રીજી મેચ હશે.

    શ્રીલંકાએ ગઈકાલે રાત્રે કોલંબોમાં સુપર-4ની બીજી મેચમાં બાંગ્લાદેશને 21 રને હરાવ્યું હતું. શ્રીલંકાના 258 રનના ટાર્ગેટના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 48 ઓવર અને 1 બોલમાં 236 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલા બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બુધવારે સુપર-4ની પ્રથમ મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply