રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ચીનનો પ્રવાસ કર્યો રદ
Live TV
-
ચીનમાં રમાનારા 19મા એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓને પ્રવેશ અટકાવવા પર ગરમાયુ રાજકારણ
ચીનની વધુ એક અવળચંડાઈ સામે આવી છે. ચીનના હોંગ્ઝોમાં આવતીકાલથી 19મી એશિયન ગેમ્સનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પહેલાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ચીને એશિયન ગેમ્સમાં કેટલાક ભારતીયોને આવતા રોકી દીધા છે. ચીને અરૂણાચલ પ્રદેશના કેટલાક ભારતીય ખેલાડીઓ સાથે ભેદભાવ કર્યો છે. ચીનના અધિકારીઓએ આ કાર્યવાહી પૂર્વનિર્ધારીત રીતે કરી છે.
વિદેશ મંત્રાલયે ઉંમેર્યું હતું કે, અરૂણાચલ પ્રદેશ ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ હતું, છે અને હંમેશા રહેશે. ચીનની આ કાર્યવાહી એશિયન ગેમ્સની ભાવનાઓનું ઉલ્લંઘન કરે છે. ભારતીયો સાથે ભેદભાવ ભર્યો વ્યવહાર સ્વીકારી ન લેવાય. ચીનની આ કાર્યવાહીનો કેન્દ્રિય રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે પણ વિરોધ કર્યો છે. તેમણે એશિયન ગેમ્સ માટે ચીનનો પોતાનો પ્રવાસ પણ રદ કરી દીધો છે તથા ચીનમાં રમાનારા 19મા એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓને પ્રવેશ અટકાવવા પર રાજકારણ ગરમાયુ છે.
