ચીને એશિયન ગેમ્સમાં ભારતના કેટલાક ખેલાડીઓને અટકાવતા, ભારતે નોંધાવ્યો વિરોધ
Live TV
-
રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ચીનની આ કાર્યવાહીનો વિરોધ કર્યો અને ચીનનો પ્રવાસ રદ્દ કર્યો
ભારતે એશિયન ગેમ્સમાં ભારતના કેટલાક ખેલાડીઓ માટે ચીને ઊભી કરેલ અડચણ સામે ભારતે વિરોધ નોંધાવ્યો છે. કેટલાક ભારતીય ખેલાડીઓને એશિયન ગેમ્સમાં પ્રવેશ પર પ્રતિબંધ પર મીડિયાના સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. અરિંદમ બાગચીએ જણાવ્યું છે કે, ‘ભારત તેના નાગરિકો સાથે નિવાસ અથવા જાતીયતાના આધાર પર પોતાના નાગરિકો સાથેના ભેદભાવને નકારે છે. અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ હતું અને હંમેશા રહેશે. જાણવા મળ્યું છે કે, ચીનના અધિકારીઓએ અરુણાચલ પ્રદેશના કેટલાક ખેલાડીઓ સાથે ભેદભાવ કર્યો અને તેમને રમતમાં ભાગ લેવાની માન્યતા આપવા અને પ્રવેશ આપવાની ના પાડી છે. ચીનની આ પ્રકારની કાર્યવાહી એશિયન ગેમ્સની ભાવનાનું ઉલ્લંઘન છે.’ રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ચીનની આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે અને તેમણે એશિયન ગેમ્સ માટે ચીનનો પોતાનો પ્રવાસ પણ રદ્દ કર્યો છે.
