રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર કર્યાં એનાયત
Live TV
-
પાંચ લોકોનું ધ્યાનચંદ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
રમતગમત ક્ષેત્રમાં દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. વિવિધ ક્ષેત્રના 19 ખેલાડીઓને અર્જૂન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બજરંગ પુનિયા અને દિપા મલિકને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો પાંચ લોકોનું ધ્યાનચંદ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું.
ખેલ રત્ન એવોર્ડ
બજરંગ પુનિયા (કુસ્તી)દીપા મલિક (પેરા એથ્લીટ)
દ્રોણાચાર્ય પુરસ્કારઃ વિમલ કુમાર (બેડમિન્ટન), સંદીપ ગુપ્તા (ટેબલ ટેનિસ), મોહિન્દર સિંહ ઢિલ્લો (એથલેટિક્સ)
લાઇફ ટાઇમ અચીવમેન્ટ પુરસ્કારઃ મેરજબાન પટેલ (હોકી), રામબીર સિંહ ખોખર (કબડ્ડી), સંજય ભારદ્વાજ (ક્રિકેટ)
અર્જુન એવોર્ડ
રવિન્દ્ર જાડેજા (ક્રિકેટ), હરમીત દેસાઈ (ટેબલ ટેનિસ), તાજિન્દર સિઘ તૂર (એથ્લેટિક્સ), મોહ. અનસ (એથ્લેટિક્સ), એસ. ભાસ્કરન (બોડી બિલ્ડિંગ), સોનિયા લાઠેર (બોક્સિંગ), ચિંગ્લેન્સાના સિંઘ (હોકી), અજય ઠાકુર (કબડ્ડી), ગૌરવ સિંઘ ગીલ (મોટર સ્પોર્ટસ), પ્રમોદ ભગત (પેરા-બેડમિંટન), અંજુમ મુદગીલ (શૂટિંગ), પૂજા ધાંન્દા (કુસ્તી), ફૌઆદ મિરઝા (ઘોડેસવારી), ગુરપ્રીત સિંઘ સંધૂ (ફૂટબોલ), પૂનમ યાદવ (ક્રિકેટ), સ્વપ્ના બર્મન (એથ્લેટિક્સ), સુંદર સિંઘ ગુર્જર (પેરા એથ્લેટિક્સ), બી. સાઈ પ્રણિત (બેડમિંટન), સિમરન સિંઘ શેરગિલ (પોલો)
