રાષ્ટ્રીય ચેસ સ્પર્ધામાં ગોવાની ભક્તિ કુલકર્ણી પ્રથમ સ્થાને
Live TV
-
ગુજરાતની તેજસ્વીની સાગરે મહારાષ્ટ્રની દિવ્યા દેશમુખને હરાવી હતી.
અમદાવાદમાં રમાઈ રહેલી મહિલાઓની રાષ્ટ્રીય ચેસ સ્પર્ધામાં સાતમા રાઉન્ડના અંતે ગોવાની ભક્તિ કુલકર્ણી સાડા છ અંકો સાથે પહેલા સ્થાને છે. મહાલક્ષ્મી એમ. છ અંકો સાથે બીજા અને મેરી એન ગોમ્સ છ અંકો સાથે ત્રીજા સ્થાને છે. સાતમા રાઉન્ડમાં ભક્તિ કુલકર્ણીએ સૌમ્યા સ્વામીનાથનને પરાજ્ય આપ્યો હતો. મહાલક્ષ્મીએ તમિલનાડુની રેબેક્કા જેસુમરીનને જ્યારે મેરી ગોમ્સે બોમીની મોનિકાને સાતમા રાઉન્ડમાં હરાવીને બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધાના મોટા ઉલેટફેરમાં ગુજરાતની તેજસ્વીની સાગરે મહારાષ્ટ્રની દિવ્યા દેશમુખને હરાવી હતી.
