કેનેડા ઓપન બેડમિન્ટન : વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પી.વી. સિંધુનો સામનો ચીનની ગાઓ ફેંગજી સામે થશે
Live TV
-
આજે રાત્રે કેનેડા ઓપન બેડમિન્ટનની વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પી.વી. સિંધુનો સામનો ચીનની ગાઓ ફેંગજી સામે યોજાવાનો છે. પીવી સિંધુ આજે કેનેડા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સમાં ચીનની ગાઓ ફેંગ જી સામે ટકરાશે. સિંધુને ગઈકાલે રાત્રે બીજા રાઉન્ડમાં વોકઓવર મળ્યો અને તેણે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.
લક્ષ્ય સેન મેન્સ સિંગલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે આજે બીજા રાઉન્ડની મેચમાં બ્રાઝિલના યગોર કોએલ્હોને 21-15, 21-11થી હરાવ્યો હતો, અને મેન્સ ડબલ્સની મેચમાં વી.જી. પંજાલા અને કે. પી. ગરાગા ઈન્ડોનેશિયાના હેન્દ્રા સેટિયાવાન અને મોહમ્મદ એહસાન સામે હારી ગયા.
