રોમાનિયામાં ગુજરાતના મોક્ષ દોશીએ જીત્યો ઇન્ટરનેશનલ માસ્ટરનો ખિતાબ
Live TV
-
ગુજરાતના મોક્ષ દોશીએ 16 વર્ષની નાની વયે 2400 પોઇન્ટ પ્રાપ્ત કરીને ઇન્ટરનેશનલ માસ્ટરનો ખિતાબ હાંસલ કર્યો છે.રોમાનિયામાં યોજાયેલી ઓપન ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટમાં પાંચ દેશના ઇન્ટરનેશનલ માસ્ટર સાથે મોક્ષનો મુકાબલો હતો.
સામાન્ય રીતે ઇન્ટરનેશનલ માસ્ટર બનવા માટે 2400નું રેટીંગ આવશ્યક છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૫માં દિલ્હીમાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં મોક્ષે ભાગ લઈને ચોથો રેન્ક પ્રાપ્ત કર્યો હતો. તેણે ૨૦ જેટલા દેશોમાં ૨૦૦ જેટલી ઈન્ટરનેશનલ ગેમ રમીને તેમાં સારો દેખાવ કરીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. વર્ષ ૨૦૧૯માં શ્રીલંકામાંરમાયેલી 16 વર્ષથી નાની વયની એશિયનયુથ ચેસ ચેમ્પયિનશીપ-૨૦૧૯માં મોક્ષેચેમ્પિયન બની સુવર્ણ પદક પ્રાપ્ત કર્યું છે.
