રોહન બોપન્ના અને મેથ્યુ એબ્ડેનની જોડી યુએસ ઓપન ટેનિસ મેન્સ ડબલ્સની સેમિફાઈનલમાં પ્રવેશી
Live TV
-
યુએસ ઓપન ટેનિસ, ભારતના રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેન મેન્સ ડબલ્સની સેમિફાઈનલમાં પહોંચી ગયા છે, ન્યુ યોર્કમાં ક્વાર્ટર ફાઇનલમાં નાથાનીએલ લેમન્સ અને જેક્સન વિથ્રોની અમેરિકન જોડીને 7-6, 6-1થી હરાવીને મેન્સ ડબલ્સની સેમિફાઈનલમાં પહોંચી ગયા છે. અમેરિકાના ઓસ્ટિન ક્રાજીસેક અને ક્રોએશિયાના ઇવાન ડોડિગની જોડીએ મોનાકોના હ્યુગોનીસ અને પોલેન્ડના જાનઝિલિન્સ્કીને 6-4, 2-6, 6-3થી હરાવ્યો હતો.
મેન્સ સિંગલ્સમાં, બીજા ક્રમાંકિત નોવાક જોકોવિચે રેકોર્ડ 47મા ગ્રાન્ડ સ્લેમ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો, તેણે અમેરિકાના નવમા ક્રમાંકિત ટેલર ફ્રિટ્ઝને સીધા સેટમાં 6-1, 6-4, 6-4થી હરાવી. દસમા ક્રમાંકિત ફ્રાન્સિસ ટિયાફો અને બેન શેલ્ટન વચ્ચે ક્વાર્ટર ફાઈનલ મેચ ચાલી રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન સ્પેનના કાર્લોસ અલ્કારાઝનો મુકાબલો જર્મનીના 12મા ક્રમાંકિત એલેક્ઝાન્ડર ઝવેરેવ સામે થશે, જ્યારે ત્રીજો ક્રમાંકિત ડેનિલ મેદવેદેવ છેલ્લા આઠમાં અન્ય મુકાબલામાં આઠમા ક્રમાંકિત રશિયાના આન્દ્રે રૂબલેવ સામે ટકરાશે.
વિમેન્સ સિંગલ્સમાં, છઠ્ઠી ક્રમાંકિત અમેરિકન ટીનેજર કોકો ગૉફે લાતવિયાની જેલેના ઓસ્ટાપેન્કોને 6-0, 6-2થી હરાવીને તેની પ્રથમ યુએસ ઓપન સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ચેક રિપબ્લિકની દસમી ક્રમાંકિત કેરોલિના મુચોવાએ પણ આજે સવારે ક્વાર્ટર ફાઇનલમાં 30મી ક્રમાંકિત રોમાનિયાની સોરાના સિર્સ્ટિયાને 6-0, 6-3થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.બેલારુસિયન દ્વિતીય ક્રમાંકિત એરીના સબાલેન્કાનો મુકાબલો ચીનના 23મા ક્રમાંકિત કિનવેન ઝેંગ સાથે થશે, જ્યારે અમેરિકાની 17મી ક્રમાંકિત મેડિસન કીઝ છેલ્લા આઠની અન્ય મેચોમાં ચેક રિપબ્લિકની નવમી ક્રમાંકિત માર્કેટા વોન્ડ્રોઉસોવા સામે ટકરાશે.
