Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડકપમાં ભારતની સતત ચોથી જીત, વિરાટ કોહલીનો શાનદાર શતક

Live TV

X
  • વનડે વર્લ્ડ કપ 2023માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલ મુકાબલામાં બંગલાદેશને 7 વિકેટે હરાવીને ભારતે વર્લ્ડકપમાં સત્તત ચોથી જીત મેળવી છે. ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અણનમ 103 રન બનાવીને ઈતિહાસ રચ્યો.

    વનડે વર્લ્ડ કપ 2023માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલ મુકાબલામાં બંગલાદેશને 7 વિકેટે હરાવીને ભારતે વર્લ્ડકપમાં સત્તત ચોથી જીત મેળવી છે. ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અણનમ 103 રન બનાવીને ઈતિહાસ રચ્યો. વિરાટ કોહલી વનડેમાં 48 સદી ફટકારી વનડે ક્રિકેટમાં સચિન તેંડુલકર પછી સૌથી વધુ સતક. સચિનના વનડે ક્રિકેટમાં 49 સતક અને વિરાટ કોહલીના વનડે ક્રિકેટમાં 48 સતક. 

    પુણેના એમસીએ  ગ્રાઉન્ડ પર ગુરવારે ટોસ જીતીને બેટિંગ કરતા બાંગલાદેશ 50 ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા હતા. ભારતની ટીમે 257 રનનો ટાર્ગેટ 41.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. કોહલી સિવાય શુભમન ગીલે 53 રન બનવ્યા હતા. કેપ્ટ્ન રોહિત શર્માએ 48 રનનું યોગદાન આપ્યું હતું. રોહિત અને શુભમન ગીલે અને રોહિત શર્માએ પાવર પ્લેમાં 63 રન બનાવીને ભારતને ઠોસ શરૂઆત આપી હતી. 

    ભારતના બોલર્સ રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મ્દ સિરાજને 2 વિકેટ અને સાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવને એક વિકેટ મળી હતી. બંગલાદેશ તરફ થી સૌથી વધુ રન ઓપનર લિટન દસે 66 રન બનાવ્યા હતા., તનજી હસને 51 રન અને મહમુદુલ્લાહે 46 રન બનાવ્યા હતા.     
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply