Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડકપ: આજની મેચમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે મુકાબલો

Live TV

X
  • વર્લ્ડ કપમાં લીગ સ્ટેજની 45મી અને છેલ્લી મેચ ભારત અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. બંને ટીમો બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં અજેય છે. તેણે તેની તમામ આઠ મેચ જીતી છે.

    બીજી તરફ નેધરલેન્ડની ટીમે આઠમાંથી બે મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે અને નેધરલેન્ડ 10માં સ્થાન પર છે. રોહિત શર્માની ટીમની નજર સેમિફાઇનલ પહેલા છેલ્લી લીગ મેચ જીતવા પર રહેશે.

    ભારત અને નેધરલેન્ડ વચ્ચે આ ત્રીજી વનડે મેચ છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી બે મેચ રમાઈ છે અને યોગાનુયોગ બંને વર્લ્ડ કપમાં રમાઈ ચૂક્યા છે. 2003ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાના પાર્લમાં નેધરલેન્ડને 68 રનથી હરાવ્યું હતું.

    જે બાદ 2011ના વર્લ્ડ કપમાં બંને વચ્ચે મેચ રમાઈ હતી. નવી દિલ્હીમાં ભારતે તેમને પાંચ વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની નજર બેંગ્લોરમાં નેધરલેન્ડ સામેની વનડેમાં જીતની હેટ્રિક ફટકારવા પર રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply