વર્લ્ડકપ: આજે દક્ષિણ આફ્રિકા સામે પાકિસ્તાનનો મુકાબલો
Live TV
-
ICC વર્લ્ડ કપમાં આજે સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ચિદંબરમ સ્ટેડીયમ, ચેન્નાઈમાં મેચ રમાશે.સાઉથ આફ્રિકા પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાને છે જયારે પાકિસ્તાન છઠ્ઠા સ્થાને છે.
પાકિસ્તાનને સેમીફાઈનલની મેચની રેસમાં ટકી રહેવા આજની મેચ જીતવી જરૂરી છે...તો, ગઈકાલે રમાયેલ મેચમાં શ્રીલંકાએ વર્લ્ડ કપની 25મી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 8 વિકેટે હરાવ્યું છે. શ્રીલંકાએ 157 રનનો ટાર્ગેટ 25.4 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
શ્રીલંકા માટે નિસાન્કાએ 77 રનની અણનમ ઇનિંગ રમી હતી અને સદિરાએ 65 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ પહેલા લેહિરુએ 33.2 ઓવરમાં ત્રણ વિકેટ લઈને ઈંગ્લેન્ડની ઈનિંગને 156 રનમાં સમેટી દીધી હતી. ઈંગ્લેન્ડની 5 મેચમાં આ ચોથી હાર છે. હવે ઈંગ્લેન્ડ માટે સેમિફાઈનલમાં પહોંચવું ઘણું મુશ્કેલ છે.
