આજથી ગોવામાં 37મી રાષ્ટ્રીય રમતોની શરૂઆત, ગોવામાં પ્રથમવાર રાષ્ટ્રીય રમતોનું આયોજન
Live TV
-
42 રમત સ્પર્ધાનું આયોજન, 10,000થી વધુ એથ્લિટ ભાગ લેશે.
આજથી ગોવામાં 37મી રાષ્ટ્રીય રમતોની શરૂઆત થવા જઈ રહી છે. ગોવામાં પ્રથમવાર રાષ્ટ્રીય રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે આજથી 9 નવેમ્બર સુધી ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ 37મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્દઘાટન કરશે. જેમાં 42 રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે અને 10,000થી વધુ એથ્લિટ ભાગ લેશે. આ રમતોમાં 28 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોની ટીમ ભાગ લેશે. ભારતમાં આયોજિત થનાર રાષ્ટ્રીય રમત મલ્ટી સપોર્ટ ઈવેન્ટ્સ છે. જેમાં વિભિન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એથ્લિટ ચંદ્રક માટે પોતાની તાકાત લગાવશે.
રાષ્ટ્રીય રમતની શરૂઆત
પ્રમુખ ભારતીય કારોબારી દોરાબજી ટાટા, ચેન્નઈમાં YMCA કોલેજ ઓફ ફિજિકલ એજ્યુકેશનના સંસ્થાપક હેરી કરાઉ બક તથા કોલેજના નિદેશક ડો.એ.જી.નોહરે ભારતમાં ગેમ્સને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. સૌથી પહેલા વર્ષ 1924માં અવિભાજિત ભારતના લાહોરમાં આ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હાલમાં પાકિસ્તાનનો હિસ્સો છે. તે સમયે આ ગેમ્સને અખિલ ભારતીય ઓલિમ્પિક ગેમ્સ કહેવામાં આવતી હતી. સ્વતંત્ર ભારતમાં સૌથી પહેલા વર્ષ 1948માં લખનઉમાં આ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
