ICC ક્રિકેટ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું
Live TV
-
ICC વર્લ્ડ કપમાં આજે બેંગ્લોરમાં શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે.
ICC વર્લ્ડ કપમાં આજે બેંગ્લોરમાં શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. ICC ક્રિકેટ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવ્યું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટીંગ કરીને 50 ઓવરમાં 8 વિકેટ પર 399 રન કર્યા હતા. જેના જવાબમાં નેધરલેન્ડની ટીમ 21 ઓવરમાં માત્ર 90 રન પર ઓલઆઉટ થઈ હતી. ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે વર્લ્ડ કપમાં 44 બોલ પર 106 રન (9 ચોગ્ગા અને 8 છગ્ગા) ફટકારવાનો સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવી દીધો છે. કાંગારૂ ટીમે વર્લ્ડ કપ ઈતિહાસની સૌથી મોટી જીત હાંસલ કરી છે. ઓસ્ટ્રેલિયાની આ જીતમાં ગ્લેન મેક્સવેલની ખાસ ભૂમિકા હતી અને તેણે ઘણા ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
