Skip to main content
Settings Settings for Dark

એશિયન પેરા ગેમ્સમાં ભારતે 11 સુવર્ણ, 14 રજત અને 23 કાંસ્ય સહિત 48 ચંદ્રકો મેળવ્યા

Live TV

X
  • ચીનના હાંગઝોઉમાં આયોજિત એશિયન પેરા ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 11 સુવર્ણ, 14 રજત અને 23 કાંસ્ય સહિત 48 ચંદ્રકો મેળવ્યા છે. સુમિત એન્ટિલે પુરુષોની F64 ભાલા ફેંક સ્પર્ધામાં 73.29 મીટરના નોંધપાત્ર થ્રો સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો. દરમિયાન, પુષ્પેન્દ્ર સિંહે એ જ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. પુરુષોના ભાલા ફેંક સ્પર્ધામાં, ભારતના હેનીએ 55.97 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજો સુવર્ણ જીત્યો. 

    મહિલા ડબલ્સ તીરંદાજી ટીમ ઈવેન્ટમાં, શીતલ અને શરીતાએ રજત ચંદ્રક જીત્યા હતો. ભારતીય જોડી હરવિન્દર સિંહ અને પુરુષોની રિકર્વ તીરંદાજીમાં સાહિલે રજત ચંદ્રક મેળવ્યો છે. મહિલાઓના ડિસ્કસ થ્રોમાં, પૂજાએ 18.17 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે  રજત ચંદ્રક જીત્યો છે. માનસી જોશી અને વૈષ્ણવીએ મહિલા સિંગલ્સ SL3 બેડમિન્ટનમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. મહિલા વર્ગ 4 ટેબલ ટેનિસ ઈવેન્ટમાં ભાવિના પટેલે કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. જ્યારે ટેબલ ટેનિસ પુરુષ સિંગલસમાં સંદીપ ડાંગીએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે.

    પ્રમોદ ભગત અને મનીષા રામાદાસની ભારતીય જોડીએ મિક્સ ડબલ્સ બેડમિન્ટનમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે, જ્યારે સાક્ષી કસનાએ મહિલા F54/55 ડિસ્કસ થ્રોમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. પુરુષોની T35 200 મીટરમાં નારાયણ ઠાકુર અને પુરુષોની T37 200 મીટરમાં શ્રેયાંશ ત્રિવેદીએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. ભારતીય ટુકડીઓનો ઉદેશ્ય આજે એથ્લેટિક્સ, સાયકલિંગ, બેડમિન્ટન, ચેસ અને તીરંદાજી સ્પર્ધાઓમાં તેમના પ્રદર્શનને જાળવી રાખવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply