પેરા એશિયાઇ રમતોત્સવમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજેતા ખેલાડીઓને આપી શુભકામના
પેરા એશિયાઇ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત જોવા મળ્યું છે. ભારતીય ખેલાડીઓએ એથલેટિક્સ, બેડમિન્ટન સહિત વિવિધ રમતો માટે મેદાને ઉતરશે. ભારતે સ્પર્ધાના બીજા દિવસે 3 સુવર્ણ, 6 સિલ્વર અને 8 કાસ્ય ચંદ્રક મેળવ્યા હતા.
આમ અત્યાર સુધી એશિયન પેરા ગેમ્સમાં ભારતે 34 ચંદ્રક મેળવ્યા જેમાં 9 સુવર્ણ, 12 સિલ્વર અને 13 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે સોમવારે VL2 કેટેગરીમાં સિલ્વર જીતનાર પ્રાચીએ KL2 ઈવેન્ટમાં ગોલ્ડ જીતીને આ ગેમ્સનો બીજો મેડલ જીત્યો હતો. દીપ્તિ જીવનજીએ 400 મીટર મહિલા ટી20માં અને નીરજ યાદવે ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આ શ્રેષ્ઠ પ્રદર્શન સખત મહેનત અને સમર્પણનું પરિણામ છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમામ ખેલાડીઓની પ્રતિબદ્ધતા અને સંકલ્પના કારણે આ શક્ય બન્યું છે.
