વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળવા દેશભરમાંથી VIP મહેમાનો આવશે અમદાવાદ
Live TV
-
અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળવા VIP મહેમાનોઆવી રહ્યા છે. જેને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જે અંગે માહિતી આપતા શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે જણાવ્યું હતું કે કુલ 6 હજારથી વધુ પોલીસ તૈનાત રહેશે. સ્ટેડિયમની અંદર 3 હજારથી વધુ RAF જવાનો તૈનાત હશે. ઉપરાંત ડ્રોન, NDRF , ચેતક કમાન્ડો પણ તૈનાત રહેશે. કોઈ અગવડતા ન સર્જાય તે માટે લોકોને બને ત્યાં સુધી મેટ્રોમાં સફર કરવા વિનંતી કરવામાં આવી છે. ટિકિટની કાળાબજારી કરનારા સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
મેચ બાદ જો રોડ શો યોજાય તો પોલીસ દ્વારા તૈયારીઓ કરાઇ છે. સ્ટેડિયમમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તો શહેરના મહત્વના રોડ સી.જી રોડ અને સિંધુ ભવન રોડ પર પણ બંદોબસ્ત રહેશે. સવારે 9 વાગ્યાથી સ્ટેડિયમની બહાર ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સ્ટેડિયમ ખાતે વિશેષ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. તો સ્ટેડિયમની અંદર માત્ર દવાઓ,મોબાઈલ,પર્સ અને ફ્લેગ જ લઈ જઈ શકાશે. 4 IG-DIG, 23 DCP , 39 ACP , 92 PI, 200 જેટલા PSI સહિત કુલ 6 હજાર પોલીસ તૈનાત રહેશે. ક્રિકેટની ફાઇનલ મેચ નિહાળવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહી શકે છે. તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, અનુરાગસિંહ ઠાકુર, ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી PM, ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ, નીતા અંબાણી પણ હાજર રહેવાના છે.
