વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાએ ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીત્યો
Live TV
-
જ્યુરિચમાં પુરૂષોની સ્પર્ધામાં નીરજે અંતિમ રાઉન્ડમાં 85.7 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો.
વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાએ ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીત્યો છે. ગઈકાલે જ્યુરિચમાં પુરૂષોની સ્પર્ધામાં નીરજે અંતિમ રાઉન્ડમાં 85.7 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. ચેક રિપબ્લિકના જેકબ વાડલેચે 85.86 મીટરના અંતર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જાકુબે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નીરજે ગયા વર્ષે ડાયમંડ લીગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ 2023ની ભાલા ફેંકની ફાઈનલમાં ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ હંગેરીના બુડાપેસ્ટ ખાતે યોજાયેલ નીરજ ચોપરાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરાએ ભારતને પ્રથમ વખત વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ફાઈનલમાં નીરજ ચોપરાએ 88.17 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
