Skip to main content
Settings Settings for Dark

ભારતના રોહન બોપન્ના યુએસ ઓપન ટેનિસમાં મેન્સ ડબલ્સ કેટેગરીના બીજા રાઉન્ડમાં પહોંચ્યા

Live TV

X
  • ભારતના રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેન યુએસ ઓપન ટેનિસમાં મેન્સ ડબલ્સ કેટેગરીના બીજા રાઉન્ડમાં પહોંચી ગયા છે

    યુએસ ઓપન ટેનિસમાં સિનિયર ડેનિશ ખેલાડી કેરોલિન વોઝનિયાકી મહિલા સિંગલ્સના આગામી રાઉન્ડમાં પહોંચી ગઈ છે. તેણે ચેકિયાની પેટ્રા ક્વિટોવાને હરાવ્યા. અગાઉ વિશ્વની નંબર વન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન પોલેન્ડની ઇગા સ્વાઇટેક મહિલા સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પહોંચી હતી. તેણે ઓસ્ટ્રેલિયાની ડારિયા સેવિલેને 6-3, 6-4થી હરાવ્યો હતી. અન્ય મેચોમાં અમેરિકાની કોકો ગોફ અને કઝાકિસ્તાનની એલેના રાયબકીના પણ આગળના રાઉન્ડમાં પહોંચી ગઈ છે.

    મેન્સ સિંગલ્સમાં 5મો ક્રમાંકિત નોર્વેનો કેસ્પર રૂડ સ્પર્ધામાંથી બહાર થઈ ગયો છે. તે ચીનના ઝાંગ ઝિઝેન સામે હારી ગયો હતો. અગાઉ, બીજા ક્રમાંકિત અને ત્રણ વખતના વિજેતા, સર્બિયાના નોવાક જોકોવિચે સ્પેનના બર્નાબે ઝપાટા મિરાલેસને હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

    દરમિયાન, ભારતના રોહન બોપન્ના અને તેના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેન મેન્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં આગળ વધ્યા છે. તેઓએ ઓસ્ટ્રેલિયન જોડી એલેકસાન્ડર વુકિક અને ક્રિસ્ટોફર ઓકોનેલને 6-4, 6-2થી હરાવ્યા.

    મહિલા ડબલ્સમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન બાર્બોરા ક્રેજિકોવા અને કેટરિના સિનિયાકોવાની ચેક જોડી આગળના રાઉન્ડમાં પહોંચી ગઈ છે. તેઓએ જાપાનીઝ-અમેરિકન જોડી માકોટો નિનોમિયા અને સબરીના સેન્ટામરિયાને હરાવ્યા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply