Skip to main content
Settings Settings for Dark

એશિયા કપમાં પાકિસ્તાને નેપાળને હરાવ્યું, બાબર અને ઇફ્તિખારની સદી, શાદાબ ખાને 4 વિકેટ લીધી

Live TV

X
  • એશિયાકપમાં 30 ઓગસ્ટે રમાયેલી પાકિસ્તાન અને નેપાળ વચ્ચેની મેચમાં પાકિસ્તાનની શાનદાર જીત થઈ છે. ભવ્ય જીત સાથે એશિયા કપ પાકિસ્તાને ધમાકેદાર શરૂઆત કરી. ટીમે શરૂઆતની મેચમાં નેપાળને 238 રનના વિશાળ અંતરથી હરાવ્યું. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની આ સૌથી મોટી જીત છે. રનના હિસાબે એશિયા કપના ઈતિહાસમાં આ બીજી સૌથી મોટી જીત છે. સૌથી મોટી જીતનો રેકોર્ડ ભારતના નામે છે, આ પહેલા પાકિસ્તાનની ટીમે વર્ષ 2000માં બાંગ્લાદેશને 233 રનથી હરાવ્યું હતું. વન ડે ઈન્ટરનેશલ મેચના ઈતિહાસમાં પાકિસ્તાનની આ ત્રીજી સૌથી મોટી જીત હતી. ટીમે આ પહેલા 2016માં આયર્લેન્ડને 256 રનથી અને 2018માં ઝિમ્બાબ્વેને 244 રનથી હરાવ્યું હતું. ગઈકાલની મેચની વાત કરીએ તો, મુલતાનના મેદાન પર ટોસ જીતીને પાકિસ્તાને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 6 વિકેટે 342 રન બનાવ્યા. જવાબમાં નેપાળની ટીમ 23.4 ઓવરમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. 151 રનની ઇનિંગ રમનાર પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પ્લેયર ઓફ ધ મેચ રહ્યા. પાકિસ્તાનની જીતના હીરો કેપ્ટન બાબર આઝમ, ઈફ્તિખાર અહેમદ અને શાદાબ ખાન રહ્યાં હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply