'વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023' 21 ઓગસ્ટથી ડેનમાર્કના કોપનહેગન ખાતે શરૂ થશે
Live TV
-
વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023 આ મહિનાની 21 તારીખથી ડેનમાર્કના કોપનહેગનમાં શરૂ થવા જય રહી છે. ભારતીય શટલર પીવી સિંધુને ગઈકાલે મલેશિયાના કુઆલાલંપુર ખાતે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનના મુખ્યમથક ખાતે આયોજિત ચેમ્પિયનશિપ માટે મહિલા સિંગલ્સના ડ્રોમાં પ્રથમ રાઉન્ડમાં બાય આપવામાં આવી હતી. મેન્સ સિંગલ્સમાં, ભારતીય શટલરોને અનુકૂળ ડ્રો મળ્યો. નવમો ક્રમાંકિત એચએસ પ્રણય ફિનલેન્ડના કાલ્લે કોલજોનેન સામે તેના અભિયાનની શરૂઆત કરશે. લક્ષ્ય સેન મોરેશિયસના જ્યોર્જ જુલિયન પોલ સામે અભિયાન શરૂ કરશે. કિદામ્બી શ્રીકાંત, ડ્રોમાં બિનક્રમાંકિત હતો અને તેનો સામનો જાપાનના કેન્ટા નિશિમોટોમાં વધુ સખત પ્રતિસ્પર્ધી સામે થશે. મેન્સ ડબલ્સમાં બીજા ક્રમાંકિત ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને શરૂઆતના રાઉન્ડમાં બાય આપવામાં આવી હતી અને તે જ રીતે ગાયત્રી ગોપીચંદ અને ટ્રીસા જોલી, મહિલા ડબલ્સમાં 15મી સીડ હતી.
