ભારતીય હોકી ટીમ એશિયન ચેમ્પિયનશીપમાં જાપાનને હરાવી ભવ્ય વિજય સાથે ફાઈનલમાં પહોંચી, આજે મલેશિયા સામે થશે ટક્કર
Live TV
-
ભારતીય હોકી ટીમે જાપાનને 5-0 થી હરાવીને ભવ્ય જીત સાથે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આજે ભાતીય ટીમની ટક્કર મલેશિયા સામે થશે.
ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023ની સેમી ફાઇનલમાં જાપાનને 5-0થી હરાવ્યું હતું. આ સાથે જ ભારતીય હોકી ટીમ એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફી હોકી સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે ફાઇનલમાં ભારતનો સામનો મલેશિયા સામે થશે. ભારતીય ટીમે સેમિફાઇનલમાં શરૂઆતથી જ પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. ટીમ ઇન્ડિયાનો સામનો આજે રાતે ખિતાબી મુકાબલામાં મલેશિયા સાથે થશે.
ભારતીય ટીમે સમગ્ર સ્પર્ધામાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરતા એક પણ મેચ ગુમાવી નથી. સેમી ફાઈનલમાં ભારતે જાપાનની ટીમને 5-૦ હરાવી હતી. ભારતીય ટીમ તરફથી પ્રથમ ગોલ રમતના બીજા ભાગમાં આવ્યો હતો. જે આકાશદીપ સિંહે કર્યો હતો. ત્યારબાદ થોડી ક્ષણોમાં ભારતના કેપ્ટન હરમનદીપ સિંહે પેનલ્ટી કોર્નર દ્વારા બીજો ગોલ કરીને 2-૦થી બઢત મેળવી લીધી હતી. ત્યાર બાદ મનપ્રીત સિંહે ત્રીજો ગોલ ફટકારીને 3-૦ થી સરસાઈ મેળવી હતી. ત્યાર બાદ ફટાફટ બે ગોલ ફટકારીને 5-૦ થી મેચ જીતી લીધી હતી.
