Skip to main content
Settings Settings for Dark

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજે ચોથી ટી-20 મેચ રાતે આઠ વાગે અમેરિકાના ફ્લોરિડામાં રમાશે

Live TV

X
  • ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજે ચોથી ટી-20 મેચ રાતે આઠ વાગે અમેરિકાના ફ્લોરિડામાં રમાશે. પાંચ મેચોની શ્રેણીમાં ભારતીય ટીમ 2-1 થી પાછળ છે. આ પાંચ ટી-20 મેચની શ્રેણીની પ્રથમ ત્રણ મેચ વેસ્ટ ઇન્ડીઝમાં રમાઈ હતી. જયારે બાકીની બે મેચ હવે અમેરિકાના ફ્લોરિડામાં રમાશે. વેસ્ટ ઇન્ડીઝની ટીમે પોતાના દેશમાં રમાયેલી ત્રણમાંથી પ્રથમ બે મેચ જીતીને 2-1ની સરસાઈ મેળવી છે. જયારે આજે રમાનાર ચોથી મેચમાં ભારતીય ટીમ શ્રેણીને બરાબર કરવા માટે મેદાનમાં ઉતરશે. ભારતે ત્રીજી મેચ જીતીને શ્રેણીમાં પરત ફરવાના સંકેત આપી દીધા હતા. જો કે, ભારતીય ટીમ માટે બેટિંગ ચિંતાનો વિષય છે. ઓપનર શુભમન ગિલ હજુ સુધી કોઈ મોટી ઇનિંગ રમી શક્યો નથી. તો સંજુ સેમસન પણ કઈ ખાસ દેખાવ કરી શક્યો નથી. જો કે, પ્રથમ વખત રમી રહેલ તિલક વર્માએ પ્રથમ ત્રણેય મેચમાં સારો દેખાવ કર્યો છે. તો પ્રથમ બે મેચમાં નિષ્ફળ રહેનાર સૂર્યકુમાર યાદવે ત્રીજી મેચમાં ૮૩ રનની ઇનિંગ રમી હતી. આજની મેચમાં બોલિંગમાં ફેરફાર જોવા મળી શકે છે. ભારત ફ્લોરિડામાં અત્યાર સુધીમાં છ ટી-૨૦ મેચ રમી ચૂક્યું છે, જેમાં ચાર મેચમાં જીત મેળવી છે. તો એક મેચ હારી હતી તો એક મેચ અનિર્ણિત રહી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply