વિશ્વકપ 2019: ઇંગ્લેન્ડે સુપર ઓવરથી જીત્યો વિશ્વકપ
Live TV
-
ભારે રસાકસી બાદ ઇંગ્લેન્ડે લોડર્સ ખાતે વર્લ્ડ કપનો ખિતાબ પ્રથમવાર પોતાના નામે કર્યો છે. સુપર ઓવર સુધી પહોંચેલી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને વધારે બાઉન્ડ્રીના આધારે હરાવીને ઇંગ્લેન્ડે પોતાના ઘરઆંગણે રમાયેલા આઈસીસી વર્લ્ડ કપને જીતી લીધો છે.
ભારે રસાકસી બાદ ઇંગ્લેન્ડે લોડર્સ ખાતે વર્લ્ડ કપનો ખિતાબ પ્રથમવાર પોતાના નામે કર્યો છે. સુપર ઓવર સુધી પહોંચેલી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને વધારે બાઉન્ડ્રીના આધારે હરાવીને ઇંગ્લેન્ડે પોતાના ઘરઆંગણે રમાયેલા આઈસીસી વર્લ્ડ કપને જીતી લીધો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ન્યૂઝીલેન્ડની ટીમે આઠ વિકેટે 241 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઇંગ્લેન્ડે 50 ઓવરના અંતે 241 રન બનાવતા ટાઇ પડી હતી. પરિણામે સુપર ઓવરનો સહારો લેવાયો હતો. સુપર ઓવરમાં ઇંગ્લેન્ડે 15 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે પણ 15 રન બનાવ્યા હતા. પરંતુ ઇંગ્લેન્ડે સુપર ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હોવાના કારણે આઈસીસીના નિયમ મુજબ ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરાયું હતું. બેનસ્ટોક્સે 84 રન બનાવ્યા અને મેન ઓફ ધ મેચ રહ્યા હતા. તો ટુર્નામેન્ટમાં 578 રન બનાવનાર કેન વિલિયમ્સને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરાયો હતો.
