Skip to main content
Settings Settings for Dark

વિશ્વ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારતીય પુરુષોની રિલે ટીમે ફાઈનલમાં પ્રવેશ કર્યો

Live TV

X
  • વિશ્વ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારતીય પુરુષોની 4x400 મીટર રિલે ટીમે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હંગેરીના બુડાપેસ્ટમાં ગઇકાલે એક નવો એશિયન અને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવી ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો. મોહમ્મદ અનસ યાહિયા, અમોજ જેકબ, મોહમ્મદ અજમલ વરિયા થોડી અને રાજેશ રમેશની ભારતીય ટીમે 2 મિનિટ 59 સેકન્ડ 05 મિલી સેકન્ડનો સમય લીધો અને અમેરિકા બાદ બીજા સ્થાને રહી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. પહેલીવાર વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ક્વોલિફાય થઇ છે ભારતીય પુરુષોની 4x400 મીટર રિલે ટીમ.
    આ અગાઉ મોહમ્મદ અનસ, નોહ નિર્મલ ટોમ, અરોકિયા રાજીવ અને અમોજ જેકબની ભારતીય ટીમે 2020 ની ટોક્યો  ઓલિમ્પિકમાં ત્રણ મિનિટના સમય સાથે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. સ્પર્ધાની આજે ફાઇનલ રમાશે. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા પણ આજે પુરુષ વિભાગની ભલા ફેંકની ફાઈનલમાં રમશે, આ ઉપરાંત મનુ ડીપી અને કિશોર જેના પણ ભાલા ફેંકની ફાઇનલમાં રમશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply