મહિલા બ્લાઇંડ ક્રિકેટ ટીમે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને જીત્યો ગોલ્ડ મેડલ
Live TV
-
ભારતીય અંધ મહિલા ક્રિકેટ ટીમે શનિવારે IBSA વર્લ્ડ ગેમ્સ 2023માં ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો હતો.અદ્દભુત સાહસનો પરિચય આપતાં ભારતીય અંધ મહિલા ક્રિકેટ ટીમે શનિવારે IBSA વર્લ્ડ ગેમ્સ 2023માં ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. સાથે જ પહેલી વાર ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 8 વિકેટે 114 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે વરસાદ પ્રભાવિત ઇનિંગમાં 3.3 ઓવરમાં સુધારેલો સ્કોર પૂરો કરી લીધો હતો. આંતરરાષ્ટ્રીય બ્લાઇન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ ગેમ્સમાં આ વર્ષે દૃષ્ટિહીન લોકો માટે ક્રિકેટની શરૂઆત થઈ હતી. વર્લ્ડ ગેમ્સમાં આ પ્રથમ ફાઇનલ હતી અને ભારતે વરસાદથી પ્રભાવિત મેચમાં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટથી પરાજય આપ્યો હતો.
