વિશ્વ બેડમિન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાયનલમાં ભારતના એચ.એસ. પ્રણોયે ડેનમાર્કના વિક્ટર એક્સેલસનને હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો
Live TV
-
એચ.એસ. પ્રણોયે ટોક્યો ઓલમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટ વિક્ટર એક્સેલસનને હરાવી વર્લ્ડ બેડ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો. આ જીત સાથે પ્રણોયે એક મેડલ પોતના નામે પાકો કરી લીધો છે.
ડેનમાર્કના કોપનહેગનમાં ચાલી રહેલ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતના એચ. એસ. પ્રણોય આજે સિંગલ મેનની સેમિફાઈનલમાં પહોંચ્યા છે.પ્રણોયે ટોક્યો ઓલમ્પિકના ગોલ્ડ મેડલિસ્ટ વિક્ટર એક્સેલસનને હરાવી વર્લ્ડ બેડ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો. આ જીત સાથે પ્રણોયે એક મેડલ પોતના નામે પાકો કરી લીધો છે. સિંગલ મેન વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર પ્રણોય ભારતના પાંચમા ખેલાડી છે. આ સાથે વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ભારતને 14 મેડલ મળી ચૂક્યા છે. હવે શનિવારે રોયલ એરેના ખાતે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં એચ એસ પ્રણયનો મુકાબલો થાઇલેન્ડના કુનલાવત વિટિદસર્ન સામે થશે.
પ્રણોયે 13-21, 21-15, 21-16 થી એક્સેલસનને હરાવ્યો હતો. જોકે સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી રાસ મુસેન અને કેએસ્ટ્રુપની ડેનિશની જોડી સામે હારી ગઈ હતી.
