Skip to main content
Settings Settings for Dark

વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝની પ્રથમ મેચમાં ભારતની હાર, વેસ્ટઈન્ડિઝે ભારતને 4 રને હરાવ્યું

Live TV

X
  • T20 સિરીઝની પ્રથમ મેચમાં ભારતની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમે 20 ઓવરમાં 149 રન કર્યા હતા. જ્યારે ભારતની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 145 રન જ બનાવી શકી હતી.

    ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ T20 મેચ  ત્રિનિદાદમાં રમાઈ હતી.વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી ટી-20માં ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 149 રન કર્યા હતા. જોકે ભારતની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 145 રન જ બનાવી શકી હતી.વિજય સાથે જ વેસ્ટઇન્ડિઝની ટીમે પાંચ મેચની સિરીઝમાં 1-0ની સરસાઇ મેળવી લીધી છે.

    પ્રથમ T20 મેચ જ્યાં ભારતીય ટીમે પ્રથમ મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. આમ યજમાન વેસ્ટ ઈન્ડિઝની ટીમ સિરીઝમાં 1-0 થી આગળ થઈ છે. ભારતીય ટીમ 150 રનના લક્ષ્યને પાર કરવામાં અસફળ રહ્યુ હતુ અને અંતે માત્ર 4 રનના નજીવા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. 

    વેસ્ટ ઈન્ડિઝ ટીમના સુકાનીએ ત્રિનિદાદમાં ટોસ જીતીને પ્રથમ બેટિગ પસંદ કરી હતી. ભારતીય બોલરોએ વેસ્ટ ઈન્ડિઝને 149 રનના સ્કોર પર જ રોકી દીધુ હતુ. કેરેબિયન ટીમે 6 વિકેટના નુક્સાન પર રન બનાવ્યા હતા. કેપ્ટન રોવમેન પોવેલે 31 બોલમાં 48 રન કર્યા હતા. જ્યારે નિકોલસ પૂરને 34 બોલનો સામનો કરીને 41 રન બનાવ્યા હતા.

    જો કે ત્યાર બાદ ભારતીય ટીમ મેદાનમાં ઉદરી હતી. ભારતીય ટીમના ઓપનર ઈશાન કિશન (6) અને શુભમન ગિલ (3) રન બનાવીને જ આઉટ થઈ ગયા હતા. પ્રથમ ઝટકો ભારતને 5 રનના સ્કોર પર અને બીજો ઝટકો 28 રનના સ્કોર પર લાગ્યો હતો.સૂર્યકુમાર યાદવે 21 રન બનાવ્યા હતા. સૌથી વધારે રન તિલક વર્માએ 22 બોલમાં 39 ર નોંધાવ્યા હતા. તેણે 3 છગ્ગા લગાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 19 અને સંજૂ સેમસન 12 રન પર આઉટ થયા હતા. આમ 20 ઓવરના અંતે ભારતે 9 વિકેટ ગુમાવીને 145 રન નોંધાવ્યા હતા. જેથી ભારતે 4 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply