Skip to main content
Settings Settings for Dark

હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રથમ મુકાબલામાં ભારતની જીત, ચીનને 7-2થી આપી માત, હવે જાપાન-ભારત વચ્ચે મુકાબલો

Live TV

X
  • ભારત દ્વારા આયોજિત એશિયન હોકી ચેમ્પિયનશિપમાં ભારતે ચીન સામે ભવ્ય જીત મેળવી છે. મેચના આરંભથી લઇને અંત સુધી ભારતીય ટીમ ચીન ઉપર હાવી રહી હતી.

    ભારત દ્વારા આયોજિત એશિયન હોકી ચેમ્પિયનશિપમાં ભારતે તેના અભિયાનનો પ્રારંભ ભવ્ય જીત સાથે કર્યો છે. ભારતે ચીનને 7-2થી પરાજય આપ્યો હતો. મેચના આરંભથી લઇને અંત સુધી ભારતીય ટીમ ચીન ઉપર હાવી રહી હતી. ભારતે પહેલાં જ ક્વાર્ટરમાં ત્રણ ગોલ કરી લીધાં હતા. જેમાં બે ગોલ હરમનપ્રિતસિંઘને પેનલ્ટી કોર્નર દ્વારા કર્યા હતા. ટીમે બીજા ક્વાર્ટરમાં ચાર ગોલ કરી લીધા હતાં.

    એશિયાની ટોચની 6 ટીમો ભાગ લેશે
    ઉલ્લેખનીય છે કે, ભારત પ્રથમ વખત આ ટૂર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. તે જ સમયે, આ વખતે ટૂર્નામેન્ટમાં 6 ટોચની ટીમો ભાગ લઈ રહી છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, જાપાન, ચીન, દક્ષિણ કોરિયા અને મલેશિયાની ટીમો ટૂર્નામેન્ટની સાતમી આવૃત્તિનો ભાગ હશે. ટૂર્નામેન્ટની મેચો ચેન્નાઈના મેયર રાધાકૃષ્ણન સ્ટેડિયમમાં રમાશે. 2007 પછી સ્ટેડિયમમાં આયોજિત થનારી આ પ્રથમ મોટી ટુર્નામેન્ટ હશે. આ ટુર્નામેન્ટ 3 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ કુલ 3 વખત આ સ્પર્ધા જીતી છે. ભારતીય ટીમ એશિયન ગેમ્સ પહેલા ફરી એકવાર આ ટુર્નામેન્ટ જીતવા માંગશે. 

    ત્યારે હવે પછી ભારતની હોકી ટીમની ટક્કર જાપાન સામે થશે અને ત્યારબાદ 6 ઓગસ્ટે તેનો મુકાબલો મલેશિયા સાથે થશે. 7 ઓગસ્ટે ડિફેન્ડિંગ ચેમ્પિયન દક્ષિણ કોરિયા અને ભારતની ટીમો આમને-સામને થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 9મી ઓગસ્ટે તેમની છેલ્લી રાઉન્ડ રોબિન મેચમાં રોમાંચક મુકાબલો થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply