સુરતઃ સરકારી શાળામાં બાળાઓને અપાઈ રહી છે સેલ્ફ ડિફેન્સની ટ્રેઈનિંગ
Live TV
-
આ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ સરકારી શાળામાં આપવામાં આવી રહી છે. ધોરણ 6, 7 અને 8 ની વિદ્યાર્થીનીઓ વિકટ સમયમાં પોતાનો સ્વબચાવ કેવી રીતે કરી શકે તે માટે તેમને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
એક તરફ દેશભરમાં દુષ્કર્મની ઘટનાઓના સમાચારથી સામાન્ય માનવીના મનમાં બાળકીઓને લઈને ચિંતિત છે, ત્યારે સુરતથી આવનારી તસવીરો આશાનુ નવું કિરણ લઈને આવી રહી છે. સરકારી શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ સ્વબચાવ માટે સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લઇ રહી છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલની શાળાઓમાં ખાસ ટ્રેનર વિદ્યાર્થીઓને આ ટ્રેનિંગ આપી રહ્યા છે. ઉપરાંત બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચ શું હોય છે તેની સમજણ આપવામાં આવી રહી છે. બાળકીઓને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાની સાથે સ્વબચાવ માટે યુ પિન, સ્પ્રે આદિ પણ બેગમાં રાખે જેથી આવી પરિસ્થિતિમાં તે કામ આવી શકે.
આ પ્રથમ વાર છે કે કોઈ સરકારી શાળાઓમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવી રહી હોય જેના માટે રાજ્ય સરકાર પોતે સર્વ શિક્ષા અભિયાન હેઠળ તમામ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને આ ટ્રેનિંગ આપવા માટે ફંડ જાહેર કર્યું છે. સરકારી શાળાઓમાં ચાલનારા ત્રણ મહિનાના કોર્સ માટે દરેક શાળાઓને સરકાર 9 હજારનો ખર્ચ પણ આપી રહી છે.
