13મી દક્ષિણ એશિયાઈ રમતોત્સવમાં ભારતનું શાનદાર પ્રદર્શન, મેળવ્યા 159 ગોલ્ડ
Live TV
-
નેપાળમાં 13મા દક્ષિણ એશિયાઈ રમતોત્સવમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત્-159 ગોલ્ડ, 51 સિલ્વર અને 44 પદકો મેડલો સહિત ભારતીય ખેલાડીઓએ જીત્યા કુલ 294 પદક-પદક તારિકામાં ભારત પહોંચ્યું ટોચના સ્થાને
નેપાળમાં ચાલી રહેલી 13મા દક્ષિણ એશિયાઈ સ્પર્ધામાં ભારતે 294 મેડલ્સ જીતીને ભારતીય ખેલાડીઓએ દબદબો જાળવી રાખ્યો છે. આ સાથે જ દસ દિવસના આ રમતોત્સવનું આજે સમાપન થશે.
ભારતે વિવિધ રમતોમાં 159 સુવર્ણ પદક, 91 રજત પદક તથા 44 કાંસ્ય પદક પ્રાપ્ત કર્યા છે. દક્ષિણ એશિયાઈ રમતોમાં ભારતીય મહિલા ફુટબોલ ટીમે સતત ત્રીજી વખત સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો છે. તલવારબાજીમાં મહિલા ટીમે બે સુવર્ણ પદક જ્યારે પુરૂષ ટીમે એક સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો છે. તીરંદાજી, જુડો તથા મુક્કાબાજી જેવી સ્પર્ધાઓમાં પણ મહિલા ટીમ તથા પુરૂષ ટીમે વિવિધ પદકો પ્રાપ્ત કર્યા છે.
