128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટ રમાશે : 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં 5 નવી રમતોને મંજૂરી
Live TV
-
લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં ક્રિકેટને મંજૂરી આપવામાં આવી છે. સોમવારે મુંબઈમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના પ્રમુખ થોમસ બાચના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. ક્રિકેટ અગાઉ 1900 પેરિસ ઓલિમ્પિકમાં રમાઈ હતી. મતલબ કે 128 વર્ષ બાદ ક્રિકેટ ઓલિમ્પિકમાં પરત ફરશે. IOC એક્ઝિક્યુટિવ બોર્ડના અધિકારીઓની બેઠકમાં ક્રિકેટ સહિત પાંચ રમતોને સામેલ કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. ક્રિકેટ ઉપરાંત, તેમાં બેઝબોલ/સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, સ્ક્વોશ અને લેક્રોસનો સમાવેશ થાય છે.
આ મહિને 13 ઓક્ટોબરના રોજ, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) એ લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028 માં ક્રિકેટને સામેલ કરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો.
